શહેરના સિનિયર સિટીઝનોની સુખાકારી, સ્વાસ્થ્ય અંગે આશરે 500 નાગરિકોના અભિપ્રાય આધારિત સર્વેક્ષણમાં કુલ 54 ટકા લોકોએ કોરોનાકાળમાં માસિક આવકના માત્ર 4.35 ટકા રકમ સિનિયર સિટીઝનો માટે વાપરવા માટેની તૈયારી દર્શાવી હતી. જ્યારે 27 ટકા લોકો એવા હતા કે જેમણે કુલ માસિક આવકના 10 ટકા રકમ સિનિયર સિટીઝન માટે વાપવાની તૈયારી દર્શાવી હતી. આશરે 70 ટકા લોકો એવા હતા કે જેમણે સ્વીકાર્યંુ કે તેઓ સિનિયર સિટીઝનોની વિવિધ યોજનાઓ, સ્કીમથી અજાણ છે.
સિનિયર સિટીઝનોના ઉત્કર્ષ માટે કાર્યરત ‘વયોત્સવ ફાઉન્ડેશન’ સંસ્થાએ 18 વર્ષથી 80 વર્ષની વયજૂથના આશરે 500 નોકરિયાત અને વ્યવસાય સાથે સંકળાયેલાને સિનિયર સિટીઝનોની સુખાકારી, સ્વાસ્થ્ય, જરૂરિયાતો અંગે શું વિચારે છે ? આ બાબતે જુલાઈમાં ઓનલાઈન સરવે હાથ ધર્યો હતો. જેમાં પરિવાર સાથે વસતા તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનો અંગે નાગરિકો શું અભિપ્રાય ધરાવે છે? તે બાબતને કેન્દ્રમાં રાખીને આશરે 9થી 10 પ્રશ્નો પૂછ્યા હતા.
આ સર્વેક્ષણ કરનાર વયોત્સવ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. જતિન પાડલિયા અને ખૂશ્બુ કંકોડીયાએ જણાવ્યું કે, 18થી 70 વર્ષની વયજૂથના 500 નાગરિકોને સિનિયર સિટીઝન અંગેના પ્રશ્નો પૂછ્યા. જેમાં વૃદ્ધાવસ્થામાં નાગરિકો કેવી રીતે આનંદથી સમય અને જીવન પસાર કરી શકે તે અંગેના વિવિધ પ્રશ્નો અને અભિપ્રાય માગવામાં આવ્યા હતા.
આ પ્રશ્નો પૂછાયા
52 ટકા લોકોએ વડીલો સાથે રહેવા સંમતિ દર્શાવી